મને પુસ્તકો ગમે છે કારણ કે પુસ્તકોમાં જીવન ધબકતું હોય છે અને મને જીવન પ્રિય છે!આ વિભાગમાં મને મારી સાથે ઓળખાણ કરાવનારાં..મને સ્પર્શી ગયેલાં..મારા જીવનનો હિસ્સો બની ગયેલાં..મારા સત્વ..સ્વત્વ..અસ્તિત્વના વિસ્તરણ સમા પુસ્તકોની નોંધ અને ચર્ચા કરવાનું ગમશે.તમારાં ગમતાં પુસ્તકો વિશે મને કહેશો ને?